હળવદના કવાડીયા ગામે ૧૯૯૦માં અવસાન પામેલા કુંવારા કાકાનું બોગસ પેઢીનામું બનાવી, કરોડોની જમીન પર કબ્જો કરી બેંકમાંથી ૩.૯૦ લાખની લોન ઉપાડી લેવાના સનસનાટીભર્યા મામલે મહિલા સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા અને ખેતી કરતા મશરૂભાઈ તીકુભાઈ લોદરીયા (ઉ.વ.૩૬) એ આરોપી તેમના જ ગામના ચંપાબેન દેવજીભાઈ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ચંપાબેને ફરીયાદીના મરણ ગયેલ કાકા અવચરભાઈ જેના લગ્ન થયેલ ન હતા તેઓના નામની કવાડીયા ગામની સર્વે નં ૨૬૫ પૈકી ૩૬ માં પોતાનુ નામ દાખલ કરવા, અવચરભાઈ તથા તેઓના વારસદારો અંગેનુ ખોટુ સોગંધનામુ બનાવી,આ સોગંધનામામા દર્શાવેલ અવચરભાઈ તથા અન્ય વારસદારોના જીવા ગ્રામપંચાયતમાંથી ખોટા મરણ ના દાખલા કઢાવી, તલાટી, કવાડીયા સમક્ષ રજુ કરી, અવચરભાઈનો ખોટો પેઢીઆંબો બનાવી. આ જમીનમાં પોતા નુ નામ દાખલ કરી, આ જમીન પર કૃષીવીષયક ધીરાણ મેળવી અંક રુપીયા ૭,૯૦,૦૦૦/- નો બોજો કરી દિધો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.