મોરબી શહેરના મહેન્દ્રનગર નજીક આવેલા નાગરતન પ્લાઝામાં મોડીરાત્રે 12:12 વાગ્યે લિફ્ટમાં 6 લોકો ફસાયા હોવાનો કોલ મોરબી ફાયર કંટ્રોલ રૂમને મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયર ટીમે હોલમેટ્રો સ્પ્રેડર સાધનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી લિફ્ટમાં ફસાયેલા સચિનસિંહ વાળા, ક્રિપાલસિંહ પરમાર, કૃષ્ણરાજસિંહ જાડેજા, યશ પટેલ, અનુજ વ્યાસ અને વિશ્વરાજસિંહ ડોડીયાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમગ્ર રેસ્ક્યૂ દરમિયાન કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહોતી.
મોરબી ફાયર ટીમની સમયસર અને પ્રશંસનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.