વાંકનેર તાલુકાના સરધારકા ગામે ઘેટાં-બકરાં સાઇડમાં લેવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં એક માલધારી આધેડ પર લોખંડની પાઇપ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોવાનો વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા અને માલઢોર ચરાવતા નાથાભાઇ મૈયાભાઈ મુંધવા (ઉ.વ.૫૫)એ તેમના જ ગામના આરોપી જયરાજસિંહ બટુકસિંહ ઝાલા વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘર પાસે વાડામાં ઘેટા બકરા પુરતા હતા ત્યારે આરોપીએ ફરીયાદીને કહેલ કે તુ ઘેટા બકરા કેમ ચલાવતો નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ભંડા બોલી ગાળો આપી છાતીમાં તથા વાહા મા ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી સફેદ કલરની ગાડીમાં લોખંડનો પાઇપ લાવી એક ઘા ડાબા હાથના કાંડા પર મારેલ જેથી મુંઢ ઇજા છોલાઈ લોહી નિકળેલ તેમજ આરોપીએ જતા જતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.