Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં 

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં 

મોરબી શહેરમાં ઉમાટાઉનશીપ ખાતે આવેલા ‘વૈભવ હાઇટ્સ’ ના એક ફ્લેટમાં ચાલી રહેલા હાઇપ્રોફાઇલ જુગારધામ પર મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને રૂ. ૧,૧૮,૫૦૦/- ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વૈભવ હાઇટ્સ, ટાવર-સી ના બીજા માળે મકાન નંબર ૨૦૪ માં રહેતો અમીત મનુભાઇ ઠોરીયા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પૂરા પાડી પોતાના અંગત ફાયદા માટે ‘નાલ’ ઉઘરાવી તીનપત્તીનો જુગાર રમાડતો હોવાની LCB ની ટીમને બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી જુગાર રમતા ૦૬ ઈસમ અમીતભાઇ મનુભાઇ ઠોરીયા (ઉ.વ. ૪૦) રહે. વૈભવ હાઇટ્સ, મોરબી મૂળ સરધાર, રાજકોટ, મકાનમાલિક પરેશભાઇ દયાળજીભાઇ પારેખ (ઉ.વ. ૬૨) સોનીકામ, રહે. પારેખ શેરી, મોરબી, રમેશભાઇ શામજીભાઇ જીવાણી (ઉ.વ. ૫૭) ખેતી, રહે. રસનાળ, તા. જોડીયા, જી. જામનગર, હાર્દીકભાઇ પ્રાણજીવનભાઇ ગોરીયા (ઉ.વ. ૩૩) ટાઇલ્સ ટ્રેડીંગ, રહે. શક્ત શનાળા, મોરબી, દિલીપભાઇ રતનભાઇ સંગાડા (ઉ.વ. ૩૩), રહે. શ્રીમદ સોસાયટી, મોરબી / મૂળ રાબડાળ, જી. દાહોદ, જીતેશભાઇ નાથાભાઇ ઝાલા (ઉ.વ. ૩૭), રહે. કામધેનુ સોસાયટી, મોરબીવાળાને રોકડ રૂપિયા ૧,૧૮,૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular