Homeગુજરાતમોરબીવાંકાનેરમા શિક્ષિકાને ત્રાસ આપતા સાસરિયા પક્ષના 6 શખ્સો સામે ગુનો નોંધાયો 

વાંકાનેરમા શિક્ષિકાને ત્રાસ આપતા સાસરિયા પક્ષના 6 શખ્સો સામે ગુનો નોંધાયો 

વાંકાનેરમાં રહેતાં અને નવી રાતીદેવળી ખાતે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પરણિતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ અને દુષ્પ્રેરણ અંગે જ સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતાં અને નવી રાતીદેવળી ખાતે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં ૩૮ વર્ષીય પરવિનબેન અફઝલભાઇ તેરવાડીયાએ અફજલભાઇ આરીફભાઇ તેરવાડીયા (પતિ), આરીફભાઇ ઇસ્માઇલભાઇ તેરવાડીયા (સસરા) , મેફુજાબેન આરીફભાઇ તેરવાડીયા (સાસુ), ઇરફાનભાઇ આરીફભાઇ તેરવાડીયા (દિયર), રોજમીનબેન ઇરફાનભાઇ તેરવાડીયા (દેરાણી) રહે. બધા જેતપુર જી. રાજકોટ તથા સલીમભાઈ ગનીભાઇ કરગથરા (ફુઆજી સસરા) રહે. જેતપુર જી. રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને તેના પતિ તથા સાસુ સસરા તથા દિયર-દેરાણી તથા ફુઆજી સસરા એ અવાર નવાર નાની નાની બાબતોમા હેરાન પરેશાન કરી મારકુટ કરી દુ:ખ ત્રાસ આપી મેણાટોણા મારી એક બીજાને ખોટી ચડામણી કરી તેમના પતિને તેના આડા સંબંધમા સાથ આપી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular