મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન ગુનાઓ હેઠળ જપ્ત કરવામાં આવેલા વિદેશી દારૂના જંગી જથ્થા પર રોડ રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. કાયદાકીય મંજૂરી મળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મહેસૂલી અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલિસ સ્ટેશન તથા ટંકારા પોલિસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્રારા પોલીસ સ્ટેશનમાં ગુન્હામા જપ્ત કરેલ વિદેશી દારૂ નાશ અંગે નામદાર કોર્ટ તરફથી નાશ અંગે મંજુરી મેળવી આજે જાંબુડીયા વીડી ખાતે એસ.ડી.એમ. ડી.વાય.એસ.પી., નશાબંધી અધિ., પી.આઇ. ઓની હાજરીમાં સરકારી પંચો સાથે વિડીયોગ્રાફી કરી રોડ રોલર ફેરવી વિદેશી દારૂની બોટલ નંગ-૯૦,૯૫૩ કી.રૂ. ૪,૨૫,૦૫,૫૩૮/- ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ છે.