Homeગુજરાતમોરબીમોરબીમાં રહેણાંક મકાનમા જુગાર રમતા 06 ઈસમો ઝડપાયા

મોરબીમાં રહેણાંક મકાનમા જુગાર રમતા 06 ઈસમો ઝડપાયા

મોરબી ઉમા ટાઉનશીપ વૈભવ હાઇટ્સમાં રહેણાક ફ્લેટમાં જુગાર રમતા કુલ-૬ આરોપીઓને રોકડા રૂપીયા ૧,૧૮,૫૦૦ ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે.

મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, અમીતભાઇ મનુભાઇ પટેલ રહે. મોરબી ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર સી,નં-૨૦૪ મોરબી-૨, વાળાના પોતાના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમતા કુલ-૬ વ્યક્તિ અમીતભાઇ મનુભાઇ ઠોરીયા રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ, વૈભવ હાઇટ્સ ફ્લેટ ટાવર-સી, મોરબી, પરેશભાઇ દયાળજીભાઇ પારેખ રહે.ગ્રીનચોક, પારેખશેરી,રમેશભાઇ સામજીભાઇ જીવાણી રહે.રસનાળગામ તા.જોડીયા જી.જામનગર, હાર્દીકભાઇ પ્રાણજીવનભાઈ ગોરીયા રહે.શનાળાગામ જ્ઞાનવિહાર સ્કુલની બાજુમાં તા.જી.મોરબી, જીતેશભાઇ નાથાભાઇ ઝાલા રહે.મોરબી બાયપાસરોડ, ૨૫-વારીયા પ્લોટ મોરબી, દિલીપભાઇ રતનભાઇ સંગાડા રહે. સામાકાંઠે શ્રીમદસોસાયટી મોરબીવાળાને રોકડા રૂપીયા ૧,૧૮,૫૦૦/- ના મુદામાલ સાથે કુલ-૬ આરોપીઓને પકડીપાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular