Homeગુજરાતમોરબીપ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ કલેક્ટર સાથે મોરબીની એલ.ઈ. કોલેજની મુલાકાત લીધી

પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ કલેક્ટર સાથે મોરબીની એલ.ઈ. કોલેજની મુલાકાત લીધી

મોરબી : રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના રાજ્યમંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ આજે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સાથે મોરબીની ઐતિહાસિક સરકારી એલ.ઈ. (લખધીરજી એન્જિનિયરિંગ) કોલેજની મુલાકાત લીધી હતી.

મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ કોલેજના વિવિધ વિભાગો, આધુનિક પ્રયોગશાળાઓ, મશીનરી, તાલીમ સુવિધાઓ તથા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ શૈક્ષણિક માળખાનું નિરીક્ષણ કર્યું હતું. કોલેજના અધિકારીઓ દ્વારા સંસ્થાની કામગીરી, ઉપલબ્ધ સુવિધાઓ, આધુનિક ટેકનોલોજી આધારિત લેબોરેટરીઓ તેમજ ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીએ કોલેજના શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત તકનીકી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યલક્ષી શિક્ષણ ઉપલબ્ધ કરાવવા તેમજ સંસ્થાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી જરૂરી સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પણ કોલેજના વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસોની સમીક્ષા કરી હતી તેમજ ઉપલબ્ધ સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ કરી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, નાયબ કમિશનર સંજયકુમાર સોની, કોલેજના પ્રાચાર્ય, અધ્યાપકો તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રભારી મંત્રીએ કોલેજના વિવિધ વિભાગોની મુલાકાત લઈ અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular