મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલા એક રહેણાક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા એક મહિલા સહિત 06 ઈસમોને રોકડ રૂપિયા ૫૮,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલાડીલક્ષ પાન સામે આરોપી હિતેશભાઈ ત્રિવેદીના રહેણાંક મકાનમાં રેડ કરતા જુગાર રમતા એક મહિલા સહિત ૦૬ ઈસમો હિતેષભાઇ અતુલભાઇ ત્રીવેદીજાતે.બ્રાહ્મણ (ઉ.વ.૨૮) રહે,ભડીયાદ કાટાં પાસે ડીલક્ષ પાન સામે મોરબી, જતીનભાઇ દિનેશભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.૩૨) રહે,જોધપર નદી ગામ તા.જી. મોરબી, સાહીલભાઇ કરીમભાઇ નાથાણી (ઉ.વ. ૨૩) રહે,મોરબી – ૧ વિશીપરા મદીના સોસાયટી, સીરાજભાઇ ઉર્ફે દુખી અમીરઅલીભાઇ પોપટીયા ખોજા (ઉ.વ.૩૭) રહે,સો-ઓરડી શેરી નં-૦૬ .મોરબી-૨, અરવિંદભાઇ ઉર્ફે ભુરો અજુભાઇ સોમાણી (ઉ.વ.૩૩) રહે,ભડીયાદ કાટા પાસે મોરબી, યાસમીન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા (ઉ.વ.૩૫) ધંધો.ઘરકામ રહે, યોગીનગર સોભેશ્વર રોડ મોરબીવળીને રોકડ રૂપિયા ૫૮,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.