Homeગુજરાતમોરબીવાંકાનેરમાં સરેઆમ લૂંટ, વૃદ્ધને ધક્કો મારી રોકડ અને દસ્તાવેજો ભરેલો થેલો ઝૂંટવી...

વાંકાનેરમાં સરેઆમ લૂંટ, વૃદ્ધને ધક્કો મારી રોકડ અને દસ્તાવેજો ભરેલો થેલો ઝૂંટવી ફરાર

79 વર્ષીય વૃદ્ધને ત્રણ બાઇક સવારોએ નિશાન બનાવ્યા; રૂ. 3,000 રોકડ સહિતનો થેલો લૂંટી નંબર પ્લેટ વગરના બાઇક પર ભાગ્યા

વાંકનેર: વડોદરાથી પરત ફરી રહેલા વૃદ્ધ બસ સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યા હતા ત્યારે મોઢે રૂમાલ બાંધીને આવેલા ત્રણ બાઇક સવારોએ તેમની સાથે ઝપાઝપી કરી, ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને રૂ. ૩,૦૦૦ ની રોકડ તથા મહત્વના દસ્તાવેજો ભરેલો થેલો ઝૂંટવી નંબર પ્લેટ વગરના બાઇક પર રફૂચક્કર થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલા ‘વેલકમ પ્રાઇડ’માં રહેતા હરિલાલ નાનજીભાઈ વિડજા (ઉ.વ.૭૯) એ આરોપી અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ચાલીને જીનપરા જકાતના કાથી દાણાપીઠ તરફ જતા હતા તે વખતે રસ્તામા આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા પોતાના કબ્જાની મોટરસાયકલ લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીના હાથમાં રહેલ થેલાની માંગણી કરતા ફરીયાદીએ થેલો આપવાની ના પાડતા આ રોપીઓએ ફરીયાદીને ઘેરી લઇ ફરીયાદિ પાસેથી થેલો જુટવવા ફરીયાદિ સાથે ઝપાઝપી કરી ફરીયાદીને નિચે પાડી દઈ ફરીયાદિના થેલામા રહેલ પાકીટમાં રાખેલ આસરે રુપીયા ૩૦૦૦/- તથા ઓળખ કાર્ડ તથા અન્ય ડોક્યુમેંટ સાથે થેલો ફરીયાદી પાસેથી જુંટવી લઇ નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular