Homeગુજરાતમોરબીહળવદની સરા ચોકડી નજીકથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ 

હળવદની સરા ચોકડી નજીકથી બાઇક ચોરીની ફરીયાદ નોંધાઈ 

હળવદના સરા ચોકડી નજીક આવેલા આઈસ ગોલાની લારી પાસે પાર્ક કરેલું સ્પ્લેન્ડર મોટરસાઇકલ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદમા કેનાલ રોડ પર રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા ચિરાગભાઈ હસમુખભાઈ કૈલા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ સને-૨૦૧૮ ના મોડલનુ કાળા કલરનુ હિરો કંપનીનુ સ્પેલેન્ડર મોટર સાયકલ રજીસ્ટર નંબર- GJ-36-J 7282 જેની કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ ફરીયાદીના પપ્પા સાથી હસમુખભાઈએ હળવદ સરા ચોકડી નજીક આવેલ શીતલ આઇસ ગોલા લારી સામે ચાવી સહીત પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular