Homeગુજરાતમોરબીખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો

ખરેડા ગામની સીમમાં કરૂણ ઘટના: ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો

ખેત મજૂરી કરતા શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ; ગંભીર ઈજાઓના કારણે માસૂમનું ઘટનાસ્થળે જ મોત

મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેત મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કરતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલ ખરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કરતા અરવિંદભાઈ રાઠવાના ચાર વર્ષના પુત્ર અવિનાશ વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો. તે દરમિયાન એક કૂતરાએ તેના પર અચાનક હુમલો કરી બચકાં ભર્યા હતા.

બાળકના પિતા ઘટનાસ્થળે હાજર હોવાથી તેમણે દીકરાને કૂતરાના મોઢામાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હુમલો અત્યંત ગંભીર હોવાથી અવિનાશને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાદમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular