Homeગુજરાતમોરબીમોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા

મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ‘POSH Act–2013’ અન્વયે સઘન જાગૃતિ સેમિનાર યોજાયા

મોરબી જિલ્લામાં મહિલા કર્મચારીઓ માટે સુરક્ષિત, સમાનતા આધારિત અને સકારાત્મક કાર્યશૈલીનું નિર્માણ થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા તા. ૧૬ થી ૩૦ જૂન દરમિયાન જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, મહાનગરપાલિકા કમિશનરની કચેરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ, 2013” (POSH Act) અન્વયે તાલીમ અને જાગૃતિ સેમિનારો સફળતાપૂર્વક યોજવામાં આવ્યા હતા.

આ સેમિનારોમાં કાયદાના નિષ્ણાતો દ્વારા POSH Act ની વિવિધ જોગવાઈઓ, આંતરિક ફરિયાદ સમિતિ (ICC) ની રચના, ફરિયાદ નિવારણની ગોપનીય પ્રક્રિયા અને લિંગ સંવેદનશીલતા વિશે વિસ્તૃત કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ મિશન શક્તિ, સંકલ્પ હબ, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, વન સ્ટોપ સેન્ટર અને શી-બોક્સ પોર્ટલ સહિતની સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે ઉપસ્થિત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યસ્થળને મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા ચુસ્ત કાયદાકીય પાલનની કટિબદ્ધતા દર્શાવી હતી. આગામી સમયમાં જિલ્લાના તમામ વિભાગોમાં આવા જાગૃતિ કાર્યક્રમોનું નિરંતર આયોજન કરવામાં આવશે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular