Homeગુજરાતમોરબીમોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો

મોરબીના ઘૂંટુ ગામે ડેલો બતાવવા ગયેલા બે યુવાનો પર જીવલેણ હુમલો

લોખંડના પાઇપ અને લાકડાના ધોકાથી હુમલો; એકના હાથ અને બીજાના નાકમાં ફ્રેક્ચર, ત્રણ સામે ગુનો નોંધાયો

મોરબીના ઘૂંટુ ગામની સીમમાં આઇટીઆઇ સામે માત્ર ડેલો બતાવવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાઈ જઈને ત્રણ શખ્સોએ બે યુવાનો પર લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે ત્રણ શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામના વતની અને હાલ મોરબી પીપળી ગામે રહેતા સુરેશભાઈ બાબુભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) એ આરોપી મુકેશભાઈ દેગામા, અમિત મુકેશભાઈ દેગામા રહે. બંન્ને પ્રકૃતિ સોસાયટી મોરબી તથા મુકેશભાઈ ત્યાં કામ કરતો માણસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદિ તથા તેમના મિત્ર મેહુલભાઈ ફરિયાદિના મિત્ર રવિભાઈ પટેલને આરોપી મુકેશભાઈનો ડેલો બતાવવા માટે ગયેલ હોય જે આરોપીને સારુ નહીં લાગતા ફરિયાદિને જેમફાવે તેમ ગંદીગાળો બોલી ઢીકાપાટુનો મૂઢ માર મારતા ફરિયાદિના મિત્ર મેહુલભાઈ છોડાવવા માટે વચ્ચે પડતા આરોપી અમિતએ લોખંડના પાઈપ વડે ફરિયાદિના મિત્ર મેહુલભાઈને ડાબા હાથમાં ફેકચરની ઈજા કરેલ તેમજ આરોપી અજાણ્યા શખ્સએ લાકડાના ધોકા વડે નાકના ભાગે ફેકચરની ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular