મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડને ખાનગીરાહે સંયુક્ત બાતમી મળેલ કે,મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સલીમભાઇ જુસબભાઇ કટીયા (ઉ.વ.૩૪) રહે.મચ્છીપીઠ, આજાદ લોજની સામે મોરબી વાળો દારૂના ગુન્હામા નાસતો ફરતો હોય અને હાલે મોરબી રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ ધક્કાવારી મેલડી માતાના મંદીર પાસે રોડ ઉપર હોવાની બાતમીના આધારે આરોપીની તપાસ કરતા ઇસમ ત્યાંથી મળી આવતા જેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી મજકુર આરોપીની ગુના સબંધી જરૂરી પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુનાના કામે પકડવાના બાકી હોય અને નાસતો ફરતો હોવાનુ જણાવેલ જેથી આરોપીને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહિ કરી આગળની કાર્યવાહિ માટે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.માં સોંપી આપેલ છે.