Homeગુજરાતમોરબીમોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો 

મોરબીના બેલા ગામે જુની અદાવતનો ખાર રાખી યુવકને માર માર્યો 

મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે સેન્ટિંગ કામના પૈસાની લેતીદેતીમાં સાથે કામ કરવાનું બંધ કરી દેવા જેવી જુનીબાબતનો ખાર રાખીને એક શખ્સે યુવકને જાહેરમાં ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા આમરણ ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ જામ (ઉ.વ.૨૫) એ તેમના જ ગામના આરોપી ઈકબાલ ઉમરભાઈ જામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીને કામે આવવા માટે ભૂંડાબોલી ગાળો આપી ફરીયાદિને શરીરે ઠીકાપાટુનો મારમારી શર્ટનો કાઠલો પકડી તેમજ વાળ પકડી બજાર તેમ જ દીવાલમાં માથું ભટકાવી જમણા નેણ પાસે ફેક્ચર જેવી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular