Homeગુજરાતમોરબીહળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ...

હળવદના સીમ વિસ્તારમાં જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે માથાકુટ થતા સામસામે ફરિયાદ નોંધાઇ 

હળવદ તાલુકાના સીમ વિસ્તારમાં આવેલી સંયુક્ત માલિકીની જમીન બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ લોહિયાળ અંજામ સુધી પહોંચ્યો છે. ‘દાવલીયા’ તરીકે ઓળખાતી સીમની જમીનના ભાગ પાડવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો અને ધારીયા, કુહાડી તેમજ લોખંડની પાઇપ જેવા હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ અવધ સોસાયટીમાં રહેતા અને ખેતી કરતા ધર્મેન્દ્રભાઇ ચમનભાઈ ગોઠી (ઉ.વ.૩૧)એ આરોપી મેહુલભાઈ રમણીકભાઇ ગોઠી, નિલેશભાઈ રમણીકભાઇ ગોઠી, અજાણ્યા શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી આરોપીઓ સાથે મીલકત બાબતે વાત કરતા હતા ત્યારે આરોપી મેહુલભાઈના હાથ મા રહેલ ધારીયાથી ફરીયાદીના માથામાં એક ઘા મારેલ જેથી લોહી નીકળેલ અને ફરીયાદી પડી જતા આરોપી નિલેશભાઈના હાથમા રહેલ કુહાડીનો ઘા ફરીયાદીને ડાબા હાથની કોણી પાસે કરતા લોહી નીકળેલ તેમજ આરોપી અજાણ્યા શખ્સએ પાઈપ થી ફરીયાદીને શીરીરે માર મારેલ અને આરોપીઓએ ફરીયાદીના શીરીર ઉપર ચડી જતા ઝપાઝપીમા મુંઢ માર વાગેલ અને આરોપી મેહુલભાઈ તથા નિલેશભાઈએ ફરીયાદીને જણાવેલ કે મીલકત બાબતે ક્યારેય વાડીએ આવીશ તો જીવતો રેવા નહીં દઉં તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

જ્યારે સામા પક્ષે હળવદમાં જ રહેતા મેહુલભાઈ રમણીકભાઇ ગોઠીએ આરોપી ધર્મેન્દ્રભાઇ ચમનભાઈ ગોઠી રહે હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી ફરીયાદીની વાડીમા ગેર કાયદેસર પ્રવેશ કરી ફરીયાદી તથા સાથીની જમીનના ભાગ બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીએ તેના હાથમા રહેલ ધારીયાના હાથાથી ફરીયાદી તથા સાથીને મા૨ મારી જીવતા રેવા નહીં દઉં તેવી ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular