Homeગુજરાતમોરબીમોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર

મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર

મોરબી તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે બેલા (રંગપર) ગામે એક રહેણાંક મકાનની બાજુમાં દરોડો પાડીને વિદેશી દારૂની ૩૨૪ બોટલો ઝડપી પાડી હતી જ્યારે પોલીસ રેડ દરમિયાન આરોપી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના બેલા (રંગપર) ગામે એક રહેણાંક મકાનની બાજુમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૨૪ કિંમત રૂપિયા ૪૬૨૫૦ તથા દારૂની હેરાફેરી કરવા રાખેલ ટી.વી.એસ. જુપીટર મોટરસાયકલ રજીસ્ટર નંબર: GJ-36-AQ 2838 જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ કુલ ૯૬,૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સ્થળ પરથી નાસી છૂટતા આરોપી વસિમભાઈ ઓસમાણભાઈ નારેજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular