મોરબી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘છાત્રો કી ગુંજ’ મુહિમ અંતર્ગત આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને અવાજ આપવા માટે સહી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ મોરબીની OMVVIM કોલેજ તેમજ વાંકાનેરની મોહમદી કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પાસેથી સહીઓ એકત્રિત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત યુવક કોંગ્રેસના સહપ્રભારી ચંદ્રકલા નાગોરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરીના નેતૃત્વ હેઠળ યોજાયેલા સહી અભિયાનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાના સમર્થનની નોંધ કરાવી હતી.
મોરબી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પુષ્પરાજસિંહ જાડેજા, જય મેરજા, મિલન સોરીયા, પ્રકાશ રાજપરા, હાજી કોરડીયા, મુસાભાઈ વડાવરિયા અને ટીનાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે વાંકાનેર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગોરધનભાઈ સરવૈયા, આબીદભાઈ શેરસિયા અને રુક્મુદિન માથકિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.