Homeગુજરાતમોરબીજાંબુડિયા પાસે માર્બલ કારખાનામાં ચોરી; રૂ. 40 હજારનો લાઇવ કેબલ વાયર કાપી... મોરબી જાંબુડિયા પાસે માર્બલ કારખાનામાં ચોરી; રૂ. 40 હજારનો લાઇવ કેબલ વાયર કાપી તસ્કરો ફરાર By morbisahyognews July 14, 2026 88 Share FacebookXPinterestWhatsApp દીવાલ ટપી કારખાનામાં ઘૂસેલા બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં આવેલા એક માર્બલ કટીંગના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. રાત્રિના અંધકારનો લાભ લઈ બે અજાણ્યા શખ્સો કારખાનાની દીવાલ ટપી અંદર ઘૂસ્યા હતા અને ચાલુ ઈલેક્ટ્રિક લાઈનનો કિંમતી કેબલ વાયર કાપીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર આવેલા ફ્લોરા-૫૭માં રહેતા અને જાંબુડિયા ગામની સીમમાં ‘રોલેક્સ સ્પે ડાયલ’ નામની ભાગીદારી પેઢીમાં માર્બલ કટીંગનું કારખાનું ધરાવતા અંકુરભાઈ ડાયાભાઈ કગથરાએ આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ભાગીદારી પેઢીના રોલેક્સ સ્પે ડાયલ નામના મારબલના કારખાનામાં મોડી રાતના સમયે કોઈ અજાણ્યા બે ઇસમો ચોરી કરવાના ઇરાદે કારખાનાની દિવાલ ટપી ગુપ્ત પ્રવેશ કરી કારખાનામાં ગોડાઉનની બહાર ચાલુ ઇલેકટ્રીક લાઇનના લગાવેલ ૧૦ એમ.એમ.ના કેલબ વાયર અંદાજે ૮૦ મીટર જેની કી.રૂ. ૪૦,૦૦૦/- ગણી શકાય જે તોડી કાપી ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026