મોરબી શહેરના વજેપર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૧ બોટલ કિંમત રૂપિયા ૨૫૨૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યાંરે દારૂ સપ્લાય કરનાર અને લાવનાર અન્ય બે શખ્સોના નામ ખૂલતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યા વજેપર શેરી નં.-૨૩ ચબુતરા પાસે આવેલા પશ્ચિમ બારના પતરાવાળા મકાનમાં રેડ કરતાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૧ કિંમત રૂપિયા -૨૫૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી હિતેશભાઈ અમરશીભાઈ રાણેવાડિયા (ઉ.વ. ૪૬) રહે મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો ગિરિશભાઈ હિતેશભાઈ રાણેવાડિયા તથા અકરમભાઈ મહેબુબભાઈ શાહમદાર રહે. બંને મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપોઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.