Homeગુજરાતમોરબીટંકારાના નસીતપર ગામની સીમમાં જુગાર રમતા 06 શખ્સો ઝડપાયા

ટંકારાના નસીતપર ગામની સીમમાં જુગાર રમતા 06 શખ્સો ઝડપાયા

ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂપીયા-૯૧,૭૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧,૨૧,૭૦૦/- ના મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.

ટંકારા તાલુકા પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, નસીતપર ગામની સીમમાં જાહેરમાં ગોળકુંડાળુ કરી અમુક ઇસમો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેઇડ કરી આરોપી ભરતભાઈ છગનભાઈ કડીવાર (ઉ.વ. ૫૪) રહે. નસીતપર ગામ શાંતાબા સમાજ વાડીની બાજુમાં તા.ટંકારા, કાંતીલાલ કરશનભાઇ આદ્રોજા (ઉ.વ. ૫૫) રહે. હાલ મોરબી ઘુનડા રોડ લોટેસ સોસાયટી બી/૮ તા.જી.મોરબી મુળ નસીતપર તા.ટંકારા, બલવીરભાઇ ધીરજલાલ બરાસરા (ઉ.વ. ૩૭) રહે. હાલ મોરબી ઘુનડા રોડ, શકિત ટાઉનશીપ સતનામ-એ ફલેટ નંબર-૧૦૧ તા.જી.મોરબી મુળ ગામ નસીતપર તા.ટંકારા, ભરતભાઇ પ્રભુભાઇ વીરસોડીયા (ઉ.વ. પર) રહે. નસીતપર ગામ રામજી મંદીર ચોકમાં તા.ટંકારા, હીતેશભાઇ ઓધવજીભાઇ હોથી (ઉ.વ. ૪૦) રહે, મોરબી કન્યાછાત્રાલય રોડ, વિજયપીચ તુલસી ટીવીન્સ ફલેટ નં-૬૦૩ મુળ ગામ પીઠળ તા.જોડીયા જી.જામનગર, દિનેશભાઇ કાંતીલાલ વીઠલાપરા (ઉ.વ. ૫૮) રહે. મોરબી વાવડી રોડ શિવ વિલા સોસાયટી મકાન નંબર-૧૯ તા.જી.મોરબી મુળ ગામ સરવડ તા.માળીયા મિ. જી.મોરબી વાળાને રોકડ રૂપીયા-૯૧,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૬ કી.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧,૨૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular