Homeગુજરાતમોરબીવાંકાનેરના જાંબુડીયા ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં 

વાંકાનેરના જાંબુડીયા ગામમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયાં 

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ગંજીપતાના પાના તથા કુલ રોકડ રૂપીયા ૧,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં વિશાલભાઈ રાણાભાઈ કાંજીયાની વાડી પાસે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧,૦૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા રહે. વીડી જાંબુડીયા ગામની સીમ તા.વાકાનેર, હમીરભાઈ હિરાભાઈ ગમારા રહે પંલાસ તા.વાંકાનેર, જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા રહે. વીડી જાંબુડીયા તા.વાંકાનેર, વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેર, દસરથભાઈ દિનેશભાઈ કાંજીયા રહે.વીડી જાંબુડીયા તા.વાંકાનેરવાળાને પકડી પાડી ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular