Homeગુજરાતમોરબીમોરબીના વાવડી ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

મોરબીના વાવડી ગામે જુગારધામ પર પોલીસનો દરોડો, ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

જાહેરમાં તીનપત્તી રમતા રૂ. 12,700ની રોકડ સાથે પાંચ જુગારીઓ સામે કાર્યવાહી

મોરબી: મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન વાવડી ગામ નજીક જેક્સવિલા સોસાયટીમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી ત્રણ મહિલા સહિત પાંચ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. 12,700ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓમાં અરવિંદભાઈ અવધેશભાઈ તિવારી અને ક્રિષ્નાભાઈ બલદાવ શુક્લા (બંને રહે. રંગપર, પારકોસ કંપની પાસે, મોરબી), સોનલબેન ઉર્ફે સંગીતાબેન કરશનભાઈ કાથરાણી (રહે. વાધરવા, તા. માળિયા), મેરૂબેન સલીમભાઈ પંજવાણી (રહે. સામાકાંઠે, આનંદનગર સોસાયટી, મોરબી) અને સરોજબેન રાજેશભાઈ પરમાર (રહે. મોરબી)નો સમાવેશ થાય છે.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular