Homeગુજરાતમોરબીહળવદમાં અંતિમ સંસ્કારની લોખંડની ખાટલી ચોરનારા બે સાગરીતો ઝડપાયા

હળવદમાં અંતિમ સંસ્કારની લોખંડની ખાટલી ચોરનારા બે સાગરીતો ઝડપાયા

હળવદ : ફરીયાદી કિરણભાઈ જીવણભાઈ બારાણીયા રહે હળવદ બસ સ્ટેશન પાછળ તા.હળવદ જી.મોરબી વાળાએ પોતાના સમાજનુ હળવદ-અમદાવાદ હાઇવે રોડ જીયો પેટ્રોલ પંપની સામેલ આવેલ સ્મશાનમાં મૃતદેહ અગ્નીસંસ્કાર સારૂ રાખેલ લોખંડની ખાટલી નંગ-૧ જેની કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી શકાય તે કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરેલ.

જે અનડિટેકટ રહેલ ગુનો ડિટેકટ કરવા માટે હળવદ પોલીસ સ્ટાફ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન બાતમી મળેલ કે હિમત કાનજીભાઈ પરમાર રહે હળવદ બસ સ્ટેશન પાછળ તથા કાંતી ઉર્ફે કાનો રહે પ્રતાપગઢ તા.હળવદ વાળાએ મળીને સ્મશાનમાંથી લોખંડની ખાટલી ચોરી કરેલ તેમજ ચોરી કરેલ મુદામાલ મોરબી ચોકડી પાસે ભંગારના ડેલા વાળાને વેચાણથી આપેલ હોવાની બાતમીના આધારે તપાસ કરતા મોરબી ચોકડી પાસેથી ભંગારના ડેલા વાળા નામે પુનમભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ ૪૦) રહે હળવદ ભવાનીનગર ઢોરે તા.હળવદ જી.મોરબી વાળા પાસેથી સ્મશાનમાંથી ચોરાયેલ લોખંડની ખાટલી ભાંગેલ હાલાતની મળી આવતા કિ.રૂ.૫૦,૦૦૦/- ગણી કબ્જે કરી આરોપી હિંમત કાનજીભાઈ પરમાર રહે હળવદ બસ સ્ટેશન પાછળ તા.હળવદ તથા પુનમભાઈ દેવજીભાઈ મકવાણા રહે હળવદ ભવાનીનગર ઢોરે તા.હળવદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ કાંતી ઉર્ફે કાનો રહે પ્રતાપગઢ તા.હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular