Homeગુજરાતમોરબીવાંકાનેર રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ; કુલ 8.10...

વાંકાનેર રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપાઈ; કુલ 8.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ થી કોટડા-નાયાણી રોડ ઉપર ફિલ્મીઢબે પીછો કરી ક્રેટા કારમાંથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૮૩૬ કિ.રૂ. ૩,૧૦,૪૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮,૧૦,૪૨૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફ કામગીરી માટે પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ સ્કોડ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ ના.રા.માં હતા તે દરમ્યાન સ્ટાફને સંયુક્તમાં ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, એક સફેદ કલરની ક્રેટાકાર રજી.નં. GJ0-1RY 9981 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વાંકાનેર તરફથી નીકળી વાલાસણ તરફ જનાર છે તેવી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી ફોરવ્હીલ કારની વોચમાં વાલાસણ ગામ નજીક રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન ક્રેટાકાર નિકળતા તેને રોકવા ઇસારો કરતા ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી નહિ રાખી વધુ સ્પીડથી ચલાવી કોટડા-નાયાણી ગામ તરફ ભાગવા લાગતા વોચમાં રહેલ પોલીસ સ્ટાફ સરકારી વાહન સાથે તેની પાછળ ફીલ્મીઢબે પીછો કરતા આ કારનો ચાલક મુદામાલ ઇંગ્લીશદારૂ ભરેલ કાર કોટડા નાયાણી રોડ ઉપર આવેલ નદીના પટ્ટમાં કાર રેઢી મુકી રાત્રીના અંધારાનો લાભ લઇ નાશી ભાગી ગયેલ જેથી પોલીસ સ્ટાફન દ્વારા આ કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૩૬ કિ.રૂ. ૩,૧૦,૪૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮,૧૦,૪૨૦/-નો મુદામાલ કબજે કરી કારના ચાલક તથા ઇંગ્લીશદારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર આરોપીઓ વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular