Homeગુજરાતમોરબીહળવદની પીએમશ્રી પે સેન્ટર શાળા નંબર- 4 માં બાલ સંસદની ચૂંટણી યોજાઈ

હળવદની પીએમશ્રી પે સેન્ટર શાળા નંબર- 4 માં બાલ સંસદની ચૂંટણી યોજાઈ

હળવદ,અત્રેની પીએમશ્રી પે સેન્ટર શાળા નંબર:- 4 હળવદ ખાતે આજે બાલ સંસદ 2026/27 ની લોકશાહી ઢબે EVM મશીન એપ્લિકેશન દ્વારા ચૂંટણી યોજાઈ ગઈ હતી.

જેમાં કુલ આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં કુલ 600 જેટલા બાળકોએ વોટિંગ કર્યું હતું અને અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિન્દા પ્રકાશભાઈ દવે શાળા પ્રમુખ તરીકે તથા મકવાણા સંકેત રમેશભાઈ શાળા ઉપપ્રમુખ તરીકે તથા જૈનમ હરેશભાઈ રાવલ શાળા મહામંત્રી તરીકે ચુંટાયા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિ પૂર્વક સંપન્ન થઈ હતી અને બાળકોએ ખરા અર્થમાં મતદાન આપી લોકશાહી ઢબે યોજાતી ચૂંટણીઓનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને શાળાના બાળકો,આચાર્ય, સ્ટાફ ગણ તેમજ વાલી

ઓ દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular