Homeગુજરાતમોરબીટંકારામાં બાઇક પર આવેલા બે શખ્સો વેપારીના પત્નીના ગળામાંથી સોનાનો ચેઈન આંચકી...

ટંકારામાં બાઇક પર આવેલા બે શખ્સો વેપારીના પત્નીના ગળામાંથી સોનાનો ચેઈન આંચકી ફરાર

ટંકારામાં કાયદો-વ્યવસ્થા રામભરોસે હોય તેમા લાગી રહ્યું છે દયાનંદ હોસ્પિટલ જેવા જાહેર માર્ગ પર રાત્રિના સમયે ત્રાટકેલા મોટરસાયકલ સવાર બે ગઠિયાઓ વેપારીના પત્નીના ગળામાંથી રૂ. ૬૩ હજારનો સોનાનો ચેઈન આંચકી પલકારામાં છૂ થઈ ગયા હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના વતની અને હાલ ટંકારામા લક્ષ્મી નારાયણ શેરી નં -૦૫ રહેતા અને વેપાર કરતાં જયેશભાઈ અવચરભાઈ વાધરીયા (ઉ.વ.૪૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્નિના ગળામા રહેલ સોનાનો ચેઇન આશરે એક તોલાનો આશરે કિ રૂ- ૬૩,૯૦૦/-વાળો આરોપીઓ ડબલ સવારી મોટર સાયકલ પર આવેલ કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્રારા પાછળ બેસેલ ઇસમે ફરીના પત્નિના ગળામા રહેલ સોનાનો ચેઇન આંચકીને લઇને નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular