જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ માસ પહેલા બનેલ મોટરસાયકલ ચોરીનો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી, એક ઇસમને મોટરસાયકલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફ કામગીરી કરવા મોરબી તાલુકા પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રયત્નશીલ હોય તે દરમિયાન મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ ઓક્ટ્રી હોટલ સામે આવતા માલાભાઇ કાળુભાઇ બરવાડીયા (ઉ.વ.૩૦) રહે.નવા જાંબુડીયા શક્તિપરા તા.જી.મોરબીવાળો ઇસમ મોટરસાયકલ ચલાવી વાંકાનેર બાજુથી શંકાસ્પદ રીતે આવતો જણાતા ઇસમને રોકી તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા તેની પાસે નહિ હોવાનુ જણાવેલ જેથી આ મોટર સાયકલની માલીકી બાબતે ખરાઇ કરી ઇસમની વિશેષ પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે પોતાના ભત્રીજા વિજય અજય ઉર્ફે ભદાભાઇ સલાટ રહે. જાંબુડીયા તા.જી.મોરબીવાળા પાસેથી લીધેલ હોવાનું જણાવતો હોય જેથી આ મો.સા. તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા જે મો.સા.બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા આ મો.સા. બાબતે જામનગર સીટી બી ડિવિઝન પો.સ્ટે.માં કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે મો.સા.ચોરીનો ગુનો વણશોધાયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૧૦૬(૧) મુજબ કબજે કરી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સહિતાની કલમ-૩૫(૧)(6)મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પો.સ્ટે.ખાતે સોપી આપેલ છે.અને જામનગર સીટી બી ડિવી પો.સ્ટે.ને જાણ કરવા સમજ કરેલ છે.