Homeગુજરાતમોરબીસાસરિયાના મહેણાં-ટોણાંથી કંટાળી મોરબીમાં પરિણીતાએ પીધી ઝેરી દવા; સાસુ, જેઠ અને જેઠાણી... મોરબી સાસરિયાના મહેણાં-ટોણાંથી કંટાળી મોરબીમાં પરિણીતાએ પીધી ઝેરી દવા; સાસુ, જેઠ અને જેઠાણી સામે ગુનો નોંધાયો By morbisahyognews July 11, 2026 605 Share FacebookXPinterestWhatsApp કામ બાબતે સતત માનસિક ત્રાસ અને અપમાનનો આક્ષેપ; મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ તપાસ શરૂ મોરબીના જોધપર નદીની સીમમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતાએ સાસુ, જેઠ અને જેઠાણીના અસહ્ય માનસિક ત્રાસ અને મહેણાં-ટોણાંથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર નદીની સીમમાં આવેલી બારામભાઈની વાડીએ પોતાના સંયુક્ત પરિવાર સાથે રહેતી રજીયાબેન જબારખાન બલોચ (ઉ.વ.૨૨) એ આરોપી જરીનાબેન મીરખાન બલોચ, રૂસ્તમખાન મીરખાન બ્લોચ રહે. બંને મોરબી તથા જેનમબેન મોહમદ ખાન બલોચ રહે. હડમતીયા તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી રજીયાબેન જબારખાન બલોચને તેમના સાસુ જરીનાબેન તથા જેઠ રૂસ્તમભાઈ તથા જેઠાણી જેનમબેન કામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા તેમનાથી કંટાળી જઈ ફરિયાદી પોતે પોતાની મેળે ઘાસમા છાંટવાની દવા પી જતા ત્રણેય આરોપીઓએ ફરિયા દીને કામ બાબતે મેણાટોણા મારી માનસિક ત્રાસ આપતા હોય રોજ-રોજના આ ઘરકંકાસ અને સાસરિયા પક્ષના અસહ્ય મહેણાં-ટોણાંથી આખરે કંટાળી જઈને રજીયાબેને પોતાના ખેતરમાં પડેલી ઘાસમાં છાંટવાની ઝેરી દવાની બોટલમાંથી બે ઢાંકણા દવા પી લીઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026