હળવદ તાલુકાના ચુપણી ગામે દીકરીના પ્રેમલગ્નનો ખાર રાખી મોરબીના એક વૃદ્ધ પર ગામના જ શખ્સે લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા કેશવલાલ રામજીભાઈ ચાવડા (ઉ.વ.૬૭) એ આરોપી ઉકાભાઇ દુદાભાઈ મકવાણા રહે. ગામ ચુપણી તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કાકાના દિકશ જયંતીભાઇની દિકરીએ ચુપણી ગામના પ્રદિપભાઈની સાથે લવ મેરેજ કરેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપીએ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાની પાસે રહેલ લાકડાના ધોકાથી ફરીયાદીને જમણા પગમાં તેમજ વાસના ભાગે મારી મુઢ ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.