Homeગુજરાતમોરબીટંકારામાં વ્યાજખોરીનો આતંક: લાખોનું વ્યાજ ચૂકવ્યા છતાં યુવકને ધમકી, કાર પડાવી લીધી મોરબી ટંકારામાં વ્યાજખોરીનો આતંક: લાખોનું વ્યાજ ચૂકવ્યા છતાં યુવકને ધમકી, કાર પડાવી લીધી By morbisahyognews July 10, 2026 836 Share FacebookXPinterestWhatsApp ઓટાળા ગામના પટેલ યુવકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી; 1.45 કરોડ વ્યાજ ચૂકવ્યા છતાં કાર પડાવી, જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા યુવકે સિરામિક ટાઇલ્સ માર્કેટિંગના ધંધા અર્થે લીધેલી રકમ સામે લાખો રૂપિયાનું માતબર વ્યાજ ચૂકવવા છતાં, વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની બે શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા અને ખેતી કરતા બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (ઉ.વ.૩૦) એ આરોપી જયદીપભાઇ બાબુભાઈ બસીયા રહે. મિતાણા તા. ટંકારા તથા રવી જીલરીયા રહે. રાજકોટવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને સને ૨૦૨૪ મા રુપીયાની જરુર પડતા આરોપી જયદીપ બાબુભાઈ બસીયા પાસેથી રૂ.૧૭ લાખ વ્યાજે લીધેલ હતા અને તે રૂપીયા પૈકી રૂ.૧૩ લાખનુ રોજનુ રૂ. ૧૩ હજાર અને ૪.૦૪ લાખનુ રોજનુ ૦.૦૬ હજાર લેખે આજ દીન સુધીમા રૂ.૦૧ કરોડ ૧૦ લાખ વ્યાજના ચુકવેલ હોય તેમજ ફરીયાદીને સને ૨૦૨૫ મા વધુ રૂપીયાની જરુર પડતા આરોપી રવિભાઈ ઝીલરીયા પાસેથી રૂ.૧૩ લાખ વ્યાજે લીધેલ જે રૂપીયા પૈકી રૂ.૦૭ લાખનુ રોજનુ સાડા દશ હજાર વ્યાજ અને બીજા રૂ.૦૬ લાખનુ રોજનુ રૂ.૦૬ હજાર લેખે આજ દિન સુધીમા રૂ.૩૫ લાખ વ્યાજના ચુકવેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદીને તથા તેમના પરીવારને મહાવ્યથા નો ડર-ભય બતાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી રવીએ ફરીયાદીની માલીકીની વર્ના ગાડી રજીસ્ટર નં. GJ-36-R-7008 ફરીયાદી પાસેથી બળજબરી પુર્વક પડાવી લીધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Share FacebookXPinterestWhatsApp RELATED ARTICLES મોરબી વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત July 17, 2026 મોરબી વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો July 17, 2026 મોરબી મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ July 17, 2026 Stay Connected16,985FansLike2,458FollowersFollow61,453SubscribersSubscribe Most Popular વોર્ડ નં. 2 વિશીપરા મેઈન રોડની દયનીય હાલત સામે રહીશોનો રોષ, મનપાને ઉગ્ર રજૂઆત morbisahyognews - July 17, 2026 વાંકાનેરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો ઇસમ ઝડપાયો morbisahyognews - July 17, 2026 મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ; જનહિતના પ્રશ્નો અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની સઘન સમીક્ષા કરાઈ morbisahyognews - July 17, 2026 માળીયા હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા LPG ટેન્કરના કેબીનમાં આગ morbisahyognews - July 17, 2026 મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; બુટલેગર ફરાર morbisahyognews - July 17, 2026