Homeગુજરાતમોરબીમોરબી: અનડીટેક્ટ વાહન ચોરીનો ગુન્હો ઉકેલાયો, ચોરાયેલી બાઇક સાથે આરોપી ઝબ્બે

મોરબી: અનડીટેક્ટ વાહન ચોરીનો ગુન્હો ઉકેલાયો, ચોરાયેલી બાઇક સાથે આરોપી ઝબ્બે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અનડીટેક્ટ વાહન ચોરી ડીટેકટ કરી મુદ્દામાલ રીકવર કરી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા વાહન ચોરીનો ગુન્હો રજિસ્ટર થયેલ હતો જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ બાતમીના આધારે બાઈક ચોરીના ગુન્હાને અંજામ આપનાર ઇસમ અલારખાભાઇ કાસમભાઇ કાણા રહે.વનાળીયા તા.જી.મોરબીવાળાને મોરબી ધરમપુર રોડ સુરાપુરા દાદાના મંદિર પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular