Homeગુજરાતમોરબીમોરબીમાંથી સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ

મોરબીમાંથી સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ

દુકાને ‘ભાગ’ લેવા નીકળેલી ૧૫ વર્ષની કિશોરી ઘરે ન પરત ફરતાં અપહરણની આશંકા

મોરબી શહેરમાંથી એક ૧૫ વર્ષની સગીરા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાંજના સમયે નજીકની દુકાનેથી ખાવાનું (ભાગ) લેવા નીકળેલી કિશોરી મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં, કોઈ અજાણ્યા શખ્સે તેનું અપહરણ કર્યું હોવાની આશંકા સાથે પિતાએ મોરબી સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા એક યુવાને અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સગીર વયની દિકરી સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા દુકાને ભાગ લેવા જવાનુ કહી કયાંક જતી રહેલ હોય અથવા ફરીયાદીના વાલીપણામાંથી કોઇ પણ સંમતી લિધા વગર અજાણ્યા ઇસમે અપહરણ કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular