મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે લાતીપ્લોટ વિસ્તારમાં દરોડો પાડીને એક રહેણાંક ઓરડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડી છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૨૪,૪૨૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતીપ્લોટ શેરી નં.-૪માં આવેલી એક રહેણાંક ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -147 તથા બિયર ટીન નંગ -12 મળી કુલ કિંમત રૂપિયા 24420 નાં મુદ્દામાલ સાથે આરોપી રૂકસાનાબેન ઈમરાનભાઈ સિપાઈ રહે. લાતિ પ્લોટ મોરબીવાળીને ઝડપી પુછપરછ કરતા અન્ય બે ઈસમો સમીર જુસબ કટીયા તથા ઈકબાલભાઈ ઉર્ફે કારો આલમભાઈ કટીયા રહે. લાતિ પ્લોટ મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.