Homeગુજરાતમોરબીમોરબીના ઊચી માંડલ ગામે 7 વર્ષના માસૂમ પર રખડતા કૂતરાનો હુમલો, ગંભીર...

મોરબીના ઊચી માંડલ ગામે 7 વર્ષના માસૂમ પર રખડતા કૂતરાનો હુમલો, ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો

શ્યામ સિરામિક કંપની ખાતે રાત્રે બનેલી ઘટના; બાળકના માથાના ભાગે ગંભીર ઇજા, પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો હોય તેમ અવાર નવાર શ્વાનોએ અનેક લોકોને લોહી લુહાણ કર્યાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબીના ઉચી માંડલ ગામે ૭ વર્ષના માસુમ બાળકને કૂતરાએ બચકા ભરી લીધા હતા. લોહી લુહાણ હાલતમાં બાળકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે આવેલ શ્યામ સીરામિક કંપનીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો સંદિપ ધરમસિંગ બોરડે નામનો ૭ વર્ષનો માસુમ બાળક રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં કંપની ખાતે હતો. ત્યારે અચાનક આવી ચડેલા શ્વાને માસુમ બાળક પર એટેક કરી માથાના ભાગે બચકા ભરી લીધા હતા. માસુમ બાળકને ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત સંદિપ બોરડેનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને ઈજાગ્રસ્ત બાળક બે ભાઈમાં મોટો અને તેનો પરિવાર કંપનીમાં કામ કરે છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular