મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે મકનસર ગામમાં સફળ જુગાર રેઇડ કરવામાં આવી હતી. ગામમાં આવેલા બહુચર પાનની પાછળ ખુલ્લા પ્લોટમાં જાહેરમા તીનપત્તીનો જુગાર રમી રહેલા ૬ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન હેડ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મકનસર ગામે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ધીરૂભાઈ ભવનભાઈ થરેસા (ઉં.વ. ૪૭), મહેશભાઈ ધીરૂભાઈ દેગામા (ઉં.વ. ૨૮), જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેનભાઈ નરસીભાઈ થરેસા (ઉં.વ. ૨૬), ચેતનભાઈ ચંદુલાલ ઘાટલીયા (ઉં.વ. ૩૦), જયંતીભાઈ પરસોત્તમભાઈ ઝંઝવાડિયા (ઉં.વ. ૪૫), વિજયભાઈ જગમલભાઈ થરેસા (ઉં.વ. ૩૨) રહે. બધા મકનસર ગામ તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૧૧૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.