હળવદના ભવાની નગર ઢોરા વિસ્તારમાં બે શખ્સો વચ્ચે થતી બોલાચાલીમાં વચગાળો કરી સમજાવવા ગયેલા એક યુવક પર પિતા-પુત્રએ ઘરમાં ઘૂસીને લોખંડના પાઇપ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ભવાની નગર ઢોરો ત્રણ માળિયા નજીક રહેતા અને મજૂરી કામ કરતા રાકેશભાઈ ધનજીભાઈ ધામેચા (ઉ.વ. ૩૮)એ તે જ વિસ્તારમાં રહેતા આરોપી મેહુલભાઈ ઉર્ફે મેહલો દિનેશભાઇ તથા દિનેશભાઇ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મેહુલભાઈ તથા સાથી વચ્ચે બોલાચાલી થયેલ તે અંગે ફરીયાદી સમજાવવા જતા તેનું મનદુખ રાખી આરોપીઓ ફરીયાદીના ઘર પાસે આવી બોલાચાલી કરી ગાળો આપી આરોપી મેહુલભાઈના હાથમા રહેલ પાઈપથી ફરીયાદીને માથે કપાળે મારતા લોહી નીકળતા તેમજ આરોપી દિનેશભાઈએ હાથમાં ધોકો લઈ આવી આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.