મોરબી સિટી ‘એ’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટમાં પાણી પુરવઠો ન આવવા બાબતે યોજાયેલી મીટિંગમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. એપાર્ટમેન્ટમાં જ રહેતા પિતા-પુત્રએ એક સંપ થઈને આધેડ પર લાકડાના ધોકા અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર-ઘુનડા રોડ રવાપર રેસીડેન્સી સામે ધર્મ ભક્તિ સોસાયટી રામ પ્રસાદ એપાર્ટમેન્ટ ત્રીજા માળે મંકાન -નં-૩૦૨ રહેતા અને ખેતી કરતા રમેશભાઈ ત્રિકમજીભાઈ શેરશીયા (ઉ.વ.૫૭) એ તેજ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી સંજયભાઈ મોતિભાઈ રાજપરા તથા મોતિભાઈ રાજપરા વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સંજયભાઈના ઘરે પાણી આવતુ ન હોઇ જેથી ફરીયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેમ કહેતા આરોપી સંજયભાઈને સારૂ નહી લાગતા ફરીયાદીને આરોપી સંજયભાઈ સાથે એપાર્ટમેન્ટના ગ્રાઉડ ફલોરમાં ઝગડો બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપીએ રાત્રીના એપાર્ટમેન્ટની બહાર શેરીમાં ફરીયા દીને લાકડાના ધોકા વડે ત્રણ ઘા માથામાં તેમજ આરોપી મોતિભાઈએ ધારીયા જેવા અણીદાર હથીયાર વડે ફરીયાદિને એક ઘા ડાબા હાથમાં તથા એક ઘા પેટના ભાગે મારી ફરીયાદીને ડાબા હાથમાં ફેકચર જેવી તેમજ પેટના ભાગે ગંભીર ઇજા કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.