મોરબી: શહેરના અગ્રણી કોમ્પ્યુટર શિક્ષણ સંસ્થા ‘નવકાર કોમ્પ્યુટર’ દ્વારા પોતાની સફળ સફરના ૧૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં એક ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થાના સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા AICES ના હેડ દિલીપ સર મકવાણા, મિરાણી સર અને અલ્પેશ ગાંધી સર, જાડેજા સર, અનિલ સર, કલ્પેસસર પુજારા, કાસુન્દા સર, ધર્મેન્દ્ર સર, અશોક સર,ભાવેશ સર હડીયલ, કિશોરભાઇ, હર્ષદસર કંઝારીયા, જીતેન્દ્રસર પિત્રોડાનું પુષ્પગુચ્છ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.



