Homeગુજરાતમોરબીમોરબીમાં જૂની અદાવતમાં યુવક પર બે શખ્સોનો જીવલેણ હુમલો

મોરબીમાં જૂની અદાવતમાં યુવક પર બે શખ્સોનો જીવલેણ હુમલો

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલી શિવધારા સોસાયટીના ગેટ પાસે ગઈકાલે રાત્રે જૂની બોલાચાલીનો ખાર રાખીને એક યુવક પર પિતા-પુત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા જગદીશભાઈ ધિરૂભાઈ રેણુકા (ઉ.વ.૨૫) એ ત્યાં જ રહેતા આરોપી દિલિપ બાવાજી તથા રાજુ દિલિપભાઈ બાવાજી વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી દિલિપને અગાઉ બોલાચાલી ઝગડૉ થયેલ હોય જેથી ફરીયાદી આરોપીને બોલાવતા ન હોય જે બાબતનો આરોપી દિલિપએ ખાર રાખી જાહેરમાં ભુંડી ગાળો બોલતા ફરીયાદિએ ગાળો આપવાની ના પાડતા આરોપી દિલિપએ ગાડી ના પટ્ટા ટાઈટ કરવાના બકલ વડે ફરીયાદીના બંને પગના ભાગે ઢીંચણ પાસે પટ્ટા મારી તેમજ ડાબા હાથમાં કોણી પાસે તેમજ મોઢાના હોઠના ભાગે પટ્ટા મારી ઈજા કરી તેમજ આરોપી રાજુએ ઇટના કટકા વડે ફરીયાદિને માથાના ભાગે ઈજા કરી બન્ને આરોપીઓએ ફરીયાદિને શરીરે મુઢ માર મારી ઈજા કરી જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular