મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે રહેતા અને ખેતી કરતા વાસુદેવભાઇ બચુભાઈ રાજપરા (ઉ.વ.૪૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રજી. નંબર: GJ-03-DE-3869 કિંમત રૂપિયા 15000 વાળુ લઇને ગામની સીમમાં રફાળેશ્વર રોડ ઉપર આવેલ પોતાની વાડીએ ગયા હતા. બાઇક વાડી પાસે પાર્ક કરીને તેઓ અંદર કામ કરવા ગયા, ત્યારે દશેક મિનિટમાં જ બાઇક ચાલુ થવાનો અવાજ આવ્યો હતો. તેઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા ત્યારે એક અજાણ્યો લાલ શર્ટવાળો માણસ તેમનું બાઇક ચોરીને ભાગી રહ્યો હતો. બૂમ પાડવા છતાં ચોર ઊભો રહ્યો ન હતો અને બાઇક ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.