Homeગુજરાતમોરબીમોરબીમાં નાલંદા સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક: રૂ.10 લાખની ખંડણી મંગાતા ચકચાર

મોરબીમાં નાલંદા સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક: રૂ.10 લાખની ખંડણી મંગાતા ચકચાર

મોરબી: શહેરમાં ડિજિટલ યુગમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નાલંદા વિદ્યાલય સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને શાળાના સંચાલકના નામે ઓટીપી (OTP) મેળવી, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરી બ્લેકમેઈલિંગ અને રૂ. ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો હચમચાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ મોરબી જિલ્લાના નવા સાદુળકા ગામના વતની અને હાલ મોરબીના ઘુનડા રોડ પર રહેતા અને વેપાર કરતાં ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટીયા (ઉ.વ.૩૪) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ નાંલદા વિદ્યાલય સ્કૂલનું વ્હોટસઅપ ગ્રુપ હેક કરી ફરીયાદીના પત્ની શિલ્પાબેનને ફોન કરી તેઓને નાલંદા વિદ્યાલયના સંચાલક કાર્તિક પાંચોટીયા તરીકેની ઓળખ આપી તેઓની પાસેથી ઓ.ટી.પી. નંબર મેળવી લઇ શિલ્પાબેનના વ્હોટસઅપ, ફેસબુક તથા ઇન્ટાગ્રામ હેક કરી તેઓની સાથે જોડાયેલ વ્યકિત સાથીઓને મેસેજ કરી ઇમોશનલ બ્લેક મેઇલ કરી રૂ. ૩૦,૦૦૦/- કઢાવી લઇ વિશાલ લક્ષ્મણભાઇ ભોરણીયાના મોબાઇલ ફોન ઉપર રાત્રીના સમયે ફોન કરી રૂ. ૧૦ લાખની ખંડણી માંગી અને જો રૂ. ૧૦ લાખ ન આપે તો ભડાકા કરી જાનથી માશી નાખવાની ધમકી આપી અન્ય સ્કૂલ, ટયુશન, બ્યુટીપાર્લર સચાલકોના વ્હોટસઅપ ગ્રુપ હેક કરી મેસેજ કરી ઓ.ટી.પી.માંગી તથા સ્કૂલ ફીનાના નામે નાણા પડાવવાની કોશિષ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular