મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ટાવર અંજના કાર્ડ ચોરી થયેલ હોવાનો ગુન્હો રજિસ્ટર થયેલ હતો જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને અઆ ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હમન હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી મળેલ બાતમીના આધારે આ ચોરીઓ ના ગુન્હા ને અંજામ આપનાર ઇસમો પીન્ટુભાઈ ભરતભાઈ સોલંકી રહે.નગરા તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર , રાહુલ કુમાર ટીકમ સિંહ રહે.આદિપુર તા.ગાંધીધામ જી.કચ્છ મુળ રહે.ઢયોટી પોસ્ટ ઢયોટી તા.ધનૌરા જી.અમરોહા ઉતર પ્રદેશ તથા કપીલ છુટ્ટન સિંહ રહે. ઢયોટી પોસ્ટ ઢયોટી તા.ધનૌરા જી.અમરોહા ઉતરપ્રદેશવાળાને મોરબી તાલુકા નીચી માંડલ થી વાંકડા તરફ જતા રસ્તે પુલીયા પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરમાં અંજનાકાર્ડ(રીમોટ રેડીયો યુનીટ) ની ચોરી અંજનાકાર્ડ નંગ-૦૨ કિ.રૂ-૮૩૬૧૩/- તથા ઇકો કાર રજી નંબર જીજે ૧૩ સી.એ.૩૯૩૨ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૨,૩૩,૬૧૩/- મુદ્દામાલ રીકવર કરેલ છે.