માળીયા(મીં) તાલુકાના મોટાદહિંસરા ગામના વિવેકાનંદનગર પાસે જાહેરમાં રાખેલ સ્વીફ્ટકાર માંથી અલગ-અલગ બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કીની કુલ વિદેશી દારૂની બોટલો નંગ-૨૨૨ કિ.રૂ.૪,૦૩,૫૫૪ તથા કાર મળી કુલ કિ.રૂ.૭,૦૩,૫૫૪/-નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો કામગીરી કરવા માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી./પેરોલફર્લો સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, જીતુભા જીવુભા જાડેજા રહે. મોટા દહીંસરા વિવેકાનંદનગર તા.માળીયા(મીં) જી.મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર નંબર-GJ-10-BG-5225 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને મોટા દહિસરા ગામે આવેલ વિવેકાનંદ નગર પાસે એક બાવળની કાંટ પાસે રાખેલ છે. તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફ સાથે રેઇડ કરતા સ્વીફ્ટકાર માંથી અલગ-અલગ બ્રાન્ડની સ્કોચ વ્હિસ્કીની કુલ વિદેશી દારૂની બોટલો નંગ-૨૨૨ કિ.રૂ.૪,૦૩,૫૫૪ તથા કાર મળી કુલ કિ.રૂ.૭,૦૩,૫૫૪/-નો મુદામાલ ઝડપી પાડી સ્વીફ્ટકારના એન્જીન્જીન નંબર તથા ચેસીસ નંબર આધારે મોબાઇલ ફોનમાં પોકેટકોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા સ્વીફ્ટકારની નંબરપ્લેટ ખોટી હોવાનુ જણાયેલ જેથી આરોપીએ આ નંબર પ્લેટ ખોટી હોવાનુ જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ સ્વીફ્ટ ગાડીમાં ખોટી નંબરપ્લેટ લગાડેલ હોવાનુ જણાઇ આવતા આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા તળે તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાર્યવાહિ કરી માળીયા(મીં) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.