મોરબીના લાલપર પાસે રિક્ષાચાલક સાથે એક ચોંકાવનારી ઠગાઈ અને ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એક અજાણ્યો શખ્સ વાતોના વડાં કરીને રિક્ષા ભાડે કરી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં લઈ ગયો હતો અને રિક્ષાચાલકની નજર ચૂકવી રૂ. ૨,૦૦,૦૦૦ની કિંમતની સીએનજી રિક્ષા ચોરીને ફરાર થઈ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાલપર સિરામિક સિટી ટાવર આઇ-૨ બ્લોક નંબર -૨૦૨ માં રહેતા જયદિપભાઈ ચંદુભાઈ ચાવડા (ઉ.વ.૨૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના હવાલાવાળી બજાજ કંપનીની સી.એન. જી રીક્ષા રજીસ્ટર નંબર- GJ-36-W-4543 જેની કી.રૂ. ૨,૦૦,૦૦૦/- વાળી કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.