મોરબીના એસ.પી રોડ પર આવેલ ફ્લોરા-૧૭ વિસ્તારમાં ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ચકચાર મચી ગઈ છે. પતિ ફોન ન ઉપાડતો હોવાથી પત્ની જ્યારે તેની તપાસ કરવા ગઈ, ત્યારે ઉશ્કેરાયેલા પતિએ ઘરે આવીને પત્ની માર મારી બચકા ભર્યા હતા તેમજ પોતાના જ માતા-પિતા (સાસુ-સસરા)ને ઈજા પહોંચાડી અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના એસ.પી. રોડ પર આવેલ ફ્લોરા-૧૭ માં રહેતા ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણી (ઉ.વ. ૩૦) એ આરોપી તેમના જ પતિ આકાશ હરજીવનભાઇ જીવાણી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીને ફરીયાદિના પતિ એ ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી ફરીયાદિને ગળાના ભાગે તથા છાતીના ભાગે બટકા ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.