Homeગુજરાતમોરબીવાંકાનેરના કાશીપરમાં જમીન વિવાદમાં યુવક પર કુહાડી અને લાકડીઓ વડે હુમલો

વાંકાનેરના કાશીપરમાં જમીન વિવાદમાં યુવક પર કુહાડી અને લાકડીઓ વડે હુમલો

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે જમીન બતાવવા બાબતે ચાલી રહેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પિતા-પુત્ર પર ચાર શખ્સોએ કુહાડી અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાશીપરગામે રહેતા અને ખેતી કરતા શૈલેષભાઈ ધીરુભાઈ ધોરીયા (ઉ.વ.૩૦) એ આરોપી રામજી વાધાભાઇ ધોરીયા, ડાયાભાઇ વાધાભાઇ, ગોપાલ મસાભાઇ, મુકેશ વાધાભાઇ રહે બધા કાશીપરગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી રામજી વાધાભાઇ ધોરીયા તેમના મોટાબાપુની જમીન વેચવા માટે બતાવતા આવતા ત્યા બાજુમાં આવેલ ફરિયાદીની જમીન બતાવતા ફરિયાદીએ ના પાડતા આ બાબતની વાતચીત માટે ગામની નિશાળ પાસે ફરિયાદીને રાત્રે બોલાવી ફરિયાદીને આરોપી રામજીએ વાડીએ તુ બહુ હવા કરતો હતો એમ કહી ગાળાગાળી કરી છાતીના ભાગે કવાડી મારી તથા તેમની સાથેના આરોપી ગોપાલે માથાના ભાગે તેમજ મુકેશે કમરના ભાગે લાકડી મારેલ અને ફરિયાદિના પિતા વચ્ચે છોડાવા માટે પડતા તેમને પણ આરોપી ડાયા વાધાએ જમણા હાથના ભાગે લાકડી મારી મુઢ ઇજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular