વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે નોનવેજ ખરીદવા જેવી નજીવી બાબતમાં ઉગ્ર બોલાચાલી બાદ યુવક અને તેના મિત્ર પર સાત જેટલા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા અને મજુરી કામ કરતા કિશનભાઇ ધીરજભાઈ ગોરવાડીયા (ઉ.વ.૨૪) એ આરોપી સોયબ તથા સોહિલ હાજીભાઈ તથા પાંચ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી આરોપી સોયબની દુકાને નોનવેજ લેવા માટે ગયેલ હોય ત્યારે આરોપી સોયબએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી નોનવેજ કાપવાનુ છરા જેવુ ધારવાળુ હથીયાર હાથમા લઈ ફરીયાદીને કપાળના ભાગે મારી લઈ તથા આરોપી સોહિલએ ગાળો આપતા ફરીયાદી તથા સાથીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદી તથા સાથીને લાકડી ધોકા પાઈપ વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.