Homeગુજરાતમોરબીનિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું: મોરબીમાં વધુ એક સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસની કાર્યવાહી 

નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું: મોરબીમાં વધુ એક સ્પા સંચાલક વિરુદ્ધ પોલીસની કાર્યવાહી 

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી-૨ ત્રાજપર ચોકડી ખાતે આવેલા ભગવતી એસ્ટેટ કોમ્પલેક્ષના બીજા માળે કાર્યરત ‘લીલી સ્પા’ માં મોરબી એસ.ઓ.જી. પોલીસની ટીમે બાતમીના આધારે રેડ પાડી હતી. તપાસ દરમિયાન સ્પા સંચાલક દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાનું સામે આવ્યું હતું, જેને પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ દરોડા દરમિયાન માલુમ પડ્યું હતું કે, સ્પાના સંચાલક/મેનેજર સંજયસિંહ પુષ્કરસિંહ નેગી મુળ રહે. ઉત્તરાખંડ હાલ રહે. ત્રાજપર ચોકડી, ભગવતી એસ્ટેટ કોમ્પલેક્ષમા બીજા માળે મોરબીવાળાને ત્યાં લીલી સ્પામા કામ કરતી ત્રણ મહિલા સ્પા વર્કર્સના બાયોડેટા ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા નહોતા. આ ઉપરાંત સ્પામાં સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ પણ નિયમ મુજબ રાખવામાં આવ્યું ન હતું. જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે સ્પા સંચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ બી.એન.એસ. કલમ-૨૨૩ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Most Popular